Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકિશાન યુનિયનમાં તડા, ટિકૈતને હાંકી કઢાયા

કિશાન યુનિયનમાં તડા, ટિકૈતને હાંકી કઢાયા

- Advertisement -

વિવાદિત કૃષિ કાયદાની વિરૂદ્ધ લાંબા આંદોલનના સૂત્રાધાર રહી ચૂકેલા ભારતીય કિસાન યૂનિયનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના આ મોટા ખેડૂત સંગઠન બે ભાગમાં વહેંચાઇ ગયું છે અને સૌથી ખાસ વાત એ છે કે ખેડૂત આંદોલનનો મોટો ચહેરો રહી ચૂકેલા રાકેશ ટિકૈત અને તેમના ભાઇ નરેશ ટિકૈતને સંગઠનથી દૂર કરવામાં આવ્યા છે. ચૌધરી મહેન્દ્રસિંહ ટિકૈતની પુણ્યતિથિના અવસર પર સંગઠનમાં આ ફેરબદલ થયો છે. દેશના જાણિતા ખેડૂતાના આ સંઘમાં ફૂટ પડવાના સમાચાર લખનઉમાં બીકેયોના સંસ્થાપક મહેન્દ્રસિંહ ટિકૈતની પુણ્યતિથિ પર સામે આવા છે. રાજેશ ચૌહાણે સંવાદદાતઓને કહ્યું કે ટિકૈત બંધુ સંગઠનનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે, જે ખેડૂતોને ક્યારેય સ્વિકાર નથી. જોકે લખનઉમાં રાજેશ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય કિસાન યૂનિયનની એક બેઠક યોજાઇ હતી.

- Advertisement -

આ સંગઠનના અધ્યક્ષ પણ રાજેશ સિંહ ચૌહાણ છે. અત્યાર સુધી નરેશસિંહ ટિકૈત યૂનિયનના અધ્યક્ષ હતા. ભારતીય કિસાન યૂનિયનની બેઠકમાં નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈત સામેલ ન હતા. ચૌહાણે કહ્યું કે અમે એક બિન રાજકીય સંગઠન છીએ અને રહીશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular