જામનગરના વ્રજલાલભાઇ સોની તથા આરોપી અલ્કાબેન વિજયભાઇ આડેસરા વચ્ચે પારિવારીક સંબંધ હોય, આરોપીને અંગત જરુરીયાત માટે ફરિયાદી પાસેથી રૂા. 1,50,000ની રકમ હાથઉછીની માગતા ફરિયાદીએ આરોપીને તેમની માગણી મુજબ હાથઉછીની રકમ આપી હતી. આ ઉછીની રકમની પરત ચૂકવણી પેટે આરોપી અલ્કાબેન વિજયભાઇ આડેસરાએ બેંક ઓફ બરોડાના ખાતાનો ચેક આપ્યો હતો. જે ચેક મુદ્ત તારીખે ફરિયાદીએ ખાતામાં જમા કરાવતા આ ચેક ફંડ ઇન્સફીસીયન્ટના શેરાથી પરત આવ્યો હતો. જે અંગેની આરોપીને જાણ હોય પરંતુ તેમને કોઇ જવાબ આપેલ નહીં, જેથી ફરિયાદીએ વકીલ મારફત આરોપીને ચેક રિટર્ન અંગેની નોટીસ આપી હતી. જે નોટીસ પણ આરોપીને મળી હોય પરંતુ તેમને નોટીસનો પણ કોઇ જવાબ આપેલ નહીં કે, રકમ પણ ચૂકવેલ નહીં જેથી ફરિયાદીએ ચેક રિટર્ન થયેલ હોય તે સબબ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે આરોપી અલ્કાબેન વિજયભાઇ આડેસરા સામે ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ તથા રજનીકાંત આર. નાખવા રોકાયેલા છે.