રાજકોટમાં પબજી રમવાની ટેવ ધરાવતા 18 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ગેમના લીધે જ યુવકે આપઘાત કરી લીધો હોવાની શંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે બપોરના સમયે નહાવા જવાનું કહી યુવકે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
રાજકોટના રૈયારોડ પરની દ્વારકેશ સોસાયટીમાં રહેતા આનંદ પ્રતાપભાઇ અગ્રાવત નામના 18 વર્ષના યુવકે ગઈકાલે બપોરના સમયે બાથરૂમમાં ખીલાસરી સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. પરંતુ ઘણા સમય બાદ પણ બાથરૂમ માંથી બહાર ન આવતા આનંદના પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડીને જોયું તો આનંદ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યા મુજબ આનંદને આપઘાત કરવો પડે તેવું કોઇપણ કારણ નહોતું પરંતુ તે પબજી રમવાની ટેવ ધરાવતો હતો અને સતત પબજી રમતો હતો તે કારણે તેણે પગલું ભર્યાની શંકા વ્યક્ત કરી હતી.