ન્યુયોર્કના બફેલોની એક સુપરમાર્કેટમાં શનિવારે બપોરે 2.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર રવિવારે રાત્રે 12 વાગ્યે) ગોળીબાર થયા. અહીંના બફેલો વિસ્તારમાં થયેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે. જ્યારે, 3 લોકો ઘાયલ થયા છે. મરનારા લોકોમાં એક પોલીસ કર્મી પણ સામેલ છે. જે 13 લોકોને ગોળી મારવામાં આવી તેમાંથી 11 અશ્વેત છે.
અમેરિકાના ન્યૂયોર્કના એક સુપરમાર્કેટમાં શનિવારે આડેધડ ગોળીબારમાં 10 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. 18 વર્ષના એક યુવક પર ગોળીબાર કરવાનો આરોપ છે. આ ઘટના બફેલો શહેરમાં બની છે. પોલીસકર્મીઓએ આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આ મામલો હેટ ક્રાઈમનો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, શ્વેત યુવકે વંશીય હુમલાથી પ્રેરિત થઈને અશ્વેતો પર ગોળીબાર કર્યો હતો. આરોપીએ ફાયરિંગની લાઈવસ્ટ્રીમિંગ પણ કરી હતી. બફેલો સિટી પોલીસ કમિશનર જોસેફ ગ્રામાગ્લિયાએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હેલ્મેટ અને ગિયર પહેરેલા બંદૂકધારીની હત્યાકાંડ પછી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે, મોટા ભાગના પીડિત અશ્વેત હતા.
બફેલો શહેરના પોલીસ કમિશનરના અનુસાર, ગેન્ડ્રોને શરૂઆતમાં દુકાનની બહાર 4 લોકોને ગોળી મારી, જેમાંથી 3નાં મોત થયા. સ્ટોરની અંદર તેણે એક સિક્યુરિટી ગાર્ડે હુમલાખોર પર અનેક ગોળીબાર કર્યા પણ બુલેટપ્રુફ જેકેટના કારણે તે બચી ગયો અને હુમલાખોરે સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી. જે વિસ્તારમાં ઘટના બની છે, તે એક અશ્વેત બહુમતીવાળો વિસ્તાર છે