Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બેડી વિસ્તારમાં શુક્રવારે 15 કલાક વિજ પુરવઠો ખોરવાયો

જામનગરના બેડી વિસ્તારમાં શુક્રવારે 15 કલાક વિજ પુરવઠો ખોરવાયો

પીજીવીસીએલ દ્વારા શહેર-જિલ્લામાં પ્રિ-મોનસુન અને મેન્ટેનન્સ કામગીરી અંતર્ગત સાત કલાકનો વિજ કાપ : બેડીમાં કેબલ સળગી જતાં 15 કલાક બાદ લાઇટ આવી

- Advertisement -

રફ ઉનાળાનો આકરો તાપ અને બીજી તરફ પીજીવીસીએલ દ્વારા 7-7 કલાકના વિજકાપથી લોકો ત્રાહીમામ થઇ ગયા છે. પ્રિ-મોનસુન અને મેન્ટેનન્સ કામગીરીના નેજા હેઠળ વિજ પુરવઠો બંધ કરવામાં આવે છે. પરંતુ ચોમાસાનો પ્રારંભ થતાંની સાથે જ પીજીવીસીએલ દ્વારા કરાયેલી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી જાય છે.

- Advertisement -

ચોમાસાની સિઝન શરૂ થાય તે પુર્વે જ ઉનાળામાં જામનગર પીજીવીસીએલ દ્વારા શહેર અને જિલ્લામાં પ્રિ-મોનસુન અને મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે અને આ કામગીરી રાજયના દરેક જિલ્લા અને તાલુકાકક્ષાએ વર્ષ દરમ્યાન થતી હોય છે. પરંતુ ખાસ કરીને ઉનાળામાં આકરા તાપ વચ્ચે પીજીવીસીએલની આ કામગીરીની કારણે શહેરના વિસ્તારોમાં વિજકાપ ઝીંકવામાં આવે છે. જેના કારણે લોકો ત્રાહીમામ થઇ જાય છે. શહેરમાં શુક્રવારે અમુક વિસ્તારોમાં સાત-સાત કલાકનો વીજકાપ ઝીંકાયો હતો અને આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં સાત કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો છે.

આમ તો પીજીવીસીએલ દ્વારા ઉનાળાના આકરા તાપ વચ્ચે જ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતો હોય છે અને ચોમાસા પૂર્વે પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન અને મેનટેનન્સ કામગીરી જિલ્લામાં અને તાલુકા કક્ષાએ કરવામાં આવતી હોય છે. પરંતુ આશ્ર્ચર્યની બાબત એ છે કે, પ્રિ-મોનસુન કામગીરી કરવામાં આવ્યા બાદ ચોમાસામાં વરસાદનો પ્રારંભ થતાંની સાથે જ આ પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી જતી હોય તેમ વરસાદના છાંટાની સાથે જ લાઇટ જતી રહે છે. તો કરવામાં આવેલી પ્રિ-મોનસુન કામગીરી કેટલી વ્યાજબી અને અસરકાર કહી શકાય ?! શુક્રવારે જામનગરના બેડી સહિતના અનેક વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ ઝીંકવામાં આવ્યો હતો અને બેડી વિસ્તારમાં વિજકાપ અંગે કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને રજુઆત કરાતા તેમણે રેલ્વે ટ્રેક પાસે કેબલ સળગી ગયો હોય જેથી કામ ચાલુ હતું તેમ જણાવ્યું હતું. આ કેબલ સળગી જતાં બેડી વિસ્તારમાં સવારે સાત વાગ્યાથી ગયેલી લાઇટ રાત્રીના નવ વાગ્યે એટલે કે પંદર કલાક પછી ફરીથી આવી હતી. ઉનાળાના આકરા તાપ વચ્ચે 15 કલાકના વિજકાપથી વિસ્તારના લોકો ત્રાસી ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular