જમ્મુમાં એક મોટો અકસ્માત થયો છે,કટરાથી જમ્મુ જઈ રહેલી બસમાં ધડાકો થયા બાદ આગ લાગી. આ અકસ્માત થયો ત્યારે બસમાં 24 મુસાફરો હતા, જેમાંથી 4 લોકોના મોત થયા છે. આગને કારણે 20 મુસાફરો દાઝી ગયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ અને ગંભીર રીતે સળગેલા મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. બસમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચોક્ક્સ માહિતી હજુ મળી નથી. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે બપોરે કટરાથી જમ્મુ જઈ રહેલી લોકલ બસ નંબર ળદ 14-1831માં આગ લાગી હતી.