કાલાવડ તાલુકાના દેવપુર (નવા રણુંજા) ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા રામદેવજી મહારાજના મંદિરની નૂતન પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે યોજાયેલા અભિવાદન સમારોહમાં ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલની પોષણયુકત આહારથી તુલા કરવામાં આવી હતી. આ પોષણયુકત આહાર આંગણવાડીના બાળકો માટે અર્પણ કરવામાં આવ્યો હતો.
ભરવાડ સમાજ દ્વારા નવા રણુંજા-દેવપુર ખાતે ગત તા.8ના રોજ યોજાયેલા અભિવાદન સમારોહમાં ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલનું ભરવાડી બંડી અને પાઘડીથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ આ પ્રસંગે સંબોધન કરતાં ક્ધયા કેળવણી પર ભાર મુકયો હતો. સાથે જ તેઓએ કહ્યું હતું કે, ભરવાડ સમાજ હવે લાકડી મુકી લેપટોપ તરફ વળ્યો છે તે આનંદની વાત છે.
આ સમારોહમાં ઉપીસ્થત સંતો તેમજ રાજકિય આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભરવાડ ભાઇ-બહેનો તેમજ ભકતજનો જોડાયા હતાં.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે-સાથે ભાગવત સપ્તાહ, સવરા મંડપ વગેરે ધાર્મિક કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં સમસ્ત ગુજરાત ભરવાડ સમાજની જગ્યા (થરા)ના મહંત ઘનશ્યામ પુરીજી મહારાજ, ધર્મભૂષણ પ.પૂ. રાજેન્દ્ર બાપુ(તોરણીય),ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમેબન માડમ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આર.સી. ફળદુ ભરવાડ સમાજના ભામાશા ગોરધનભાઇ સરસીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઇ હુંબલ (આહિર), જામનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ રમેશભાઇ મુંગરા, લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ લાલ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, રામદેવપીર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિરમભાઇ વકાતર, બટુકભાઇ ઝાપડા, હરિભાઇ ટોઇટા, મચ્છાભાઇ ઠુંગા, પ્રતાપભાઇ મકવાણા, રાજાભાઇ ઝાપડા, ઉકાભાઇ ઠુંગા, બાવાભાઇ ગમારા તેમજ સમાજના આગેવાનો રમેશભાઇ ઠુંગા, ધર્મેશભાઇ સરસીયા (સુરત), બાવાભાઇ ગમારા, વિરમભાઇ મુંધવા, જામજોધપુર તાલુકાના આગેવાન ભોજાભાઇ સાનિયા, મોમીયાભાઇ, ગાંડુભાઇ, બુધાભાઇ ખીંટ, લાલપુર તાલુકાના આગેવાન કરણાભાઇ જંજા, દેવશીભાઇ ગમારા, બુધાભાઇ બાંભવા, જામનગર તાલુકાના આગેવાન સવાભાઇ ઝાપડા, જગાભાઇ ઝાપડા, નાગજીભાઇ ઝાપડા, રવજીભાઇ ઝાપડા, જાદાભાઇ માટીયા, રાજુભાઇ, પુંજાભાઇ ટોઇટા, રામભાઇ ટોઇટા, ભીમભાઇ વકાતર, ગાંગાભાઇ ઝાપડા, બાવાભાઇ ખીમલીયા, કુંકાભાઇ બાંભવા, દેવાભાઇ બાંભવા, કાલાવડ તાલુકાના આગેવાન હરિભાઇ લાંબરીયા, રાજુભાઇ કટોડીયા, ભીખાભાઇ માટીયા, જાદાભાઇ લાંબરીયા, લાલાભાઇ ટોયટા, રૈયાભાઇ જોગસ્વા, ભાયાભાઇ માટીયા, નાથાભાઇ માટીયા, કચરાભાઇ ભુવા, ચનાભાઇ ભાડુકિયા, હરેશભાઇ ઝાપડા, વિજયભાઇ ઠુંગા, ખંભાળિયા તાલુકાના આગેવાન રમેશભાઇ ઠુંગા, રાજુભાઇ સરસીયા, રમેશભાઇ ટોઇટા,પેથાભાઈ ઠુંગા, પુંજાભાઈ ભુંડિયા (જામપર),અરજણભાઈ માસ્તર, કારાભાઈ જુઠાભાઈ (રાણ), રાજકોટથી ચનાભાઈ જુંજા, ધીરૂભાઈ, ખીંટ, હિરાભાઈ બાંભવા, ભીખાભાઈ પડસારિયા, જીતુભાઈ કોટડીયા, નારણભાઈ ટારિયા, રમેશભાઈ ઠુંગા, રવજીભાઈ ઝાપડા, વિરમભાઈ રાતડિયા, તેમજ અમદાવાદથી વિક્રમભાઈ ડોલારા મૂર્તિના મુખ્ય દાતા રમણભાઈ ઝાપડા, ભરવાડ સમાજ યુવા ટીમના આગેવાન વિરમભાઈ મુંધવા, નાગજીભાઈ ઝાપટા, રાજુભાઈ કાટોડીયા, ભીમાભાઈ ઝાપટા, હરીભાઈ લાંબરિયા, રુખાભાઈ બાંભવા, ભોજાભાઈ ટોઈટા, સતીષભાઈ ગમારા, પુનાભાઈ ખીંટ, ફકીરભાઈ ઝાપડા વગેરે અલગ અલગ સમાજના અગ્રણીઓ તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.