જામનગર શહેરમાં આવેલ કામદાર કોલોનીમાં બે બાળકો રૂમમાં ફસાઈ જતાં ફાયર વિભાગની ટીમ દોડી જઈ બાળકોને સુરક્ષિત બહાર કાઢયા હતાં.
જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં આવેલ જ્યોત ટાવર એપાર્ટમેન્ટના જેન્તીભાઇ હીરપરાના ફલેટમાં તત્વ તથા તીસ્તા નામના બે બાળકો રૂમમાં લોક લાગી જતાં ફસાઈ ગયા હતાં. આ અંગે ફલેટધારક દ્વારા ફાયર વિભાગને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રૂમનો દરવાજો ખોલી બન્ને બાળકોને બચાવી બહાર કાઢયા હતાં.