રાજકોટ પી.એમ. ટ્રસ્ટના ઉપક્રમે પૂ. ધીરગુરૂ દેવ તથા મહાસતીજી વૃંદની નિશ્રામાં જૈન ભવન, 21 ન્યુ જાગનાથ પ્લોટ ખાતે શારદાબેન રમણીકલાલ શાહ (ઓમાનવાલા) હોલ ખાતે તા. 14ને શનિવારે સવારે 8:30 થી 9 કલાકે ભક્તામર જાપ અને 9 થી 10 કલાકે રાજકોટ રત્નભૂષણ, દાનવીર ચંદ્રવદનભાઇ દેસાઇ (કલકત્તા)ના પ્રમુખપદે ઇન્દ્રપ્રસ્થ નગરમાં નવનિર્મિત ધર્મસંકુલની શિલારોપણવિધિ યોજાશે. જેમાં મુખ્ય મહેમાનપદે મુંબઇવાળા મુકેશભાઇ કામદાર ઉપસ્થિત રહેશે. નવનિર્મિત ધર્મસંકુલમાં નરભેરામ પાનાચંદ મહેતા ઉપાશ્રય, આયંબિલ ગૃહ, જૈન સેન્ટર હોલ નિર્માણ થશે.
આ પ્રસંગે રજનીભાઇ બાવીસી, ચંદ્રીકાબેન પ્રફુલભાઇ જસાણી, જગદીશભાઇ ભીમાણી, કરણાભાઇ માલધારી, રંજનબેન જે. પટેલ, વિજયાબેન બાટવીયા પરિવાર, નલિનભાઇ બાટવીયા, ઉષાબેન વી. શાહ, જયેન્દ્રભાઇ દામાણી, રીનાબેન જીતુભાઇ બેનાણી, હર્ષિદાબેન સંઘાણી, ઇન્દિરાબેન કામદાર વગેરેના હસ્તે કરાશે. તેમ ધીરુભાઇ વોરાની યાદીમાં જણાવાયું છે.