Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા છ શખ્સ ઝડપાયા

જામનગરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા છ શખ્સ ઝડપાયા

રૂા.10720 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ કબ્જે

- Advertisement -

જામનગર શહેરના પુરબીયાની ખડકી પાછળના વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10720 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પુરબીયાની ખડકી પટણી જમાતખાના પાછળના જાહેર રોડ પર સ્ટ્રીટલાઈટના અંજવાળે ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે સફિક યાસિન પંજા, અખતર અબ્દુલ્લા પંજા, મહમદરફિક ઈસ્માઇલ પટાસ, મહેબુબ ઈકબાલ કુરેશી, ઈસ્માઇલ સીદીક પંજા, અલ્તાફ હુશેન ખટાઈ નામના છ શખ્સોને ઘોડીપાસાના બે નંગ અને રૂા.10720 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular