જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં ફરજ પર રહેલા જુનિયર ઈજનેરને બે શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી ફડાકા માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં રહેતાં જીતેન્દ્ર અશોક રાજા નામનો જુનિયર ઈજનેર મંગળવારે સવારના સમયે જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં તેની ફરજ પર હતો તે દરમિયાન વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા અને અજાણ્યા સહિતના બે શખ્સોએ જીતેન્દ્રની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી ધકામુકી કરી ફડાકો માર્યો હતો તેમજ હાથમાં રહેલા લાકડાના ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણ કરતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.