જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં વાલ્મીકીનગરમાં આઈપીએલના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.10470 ની રોકડ રકમ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વાલ્મિકીનગર ચોકમાં જાહેરમાં આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન કમલેશ રામજીભાઈ વાઘેલા અને પ્રકાશ નાનજી નામના બે શખ્સોને રૂા.10470 ની રોકડ રકમ અને જૂગારના સાહિત્ય સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.