જામનગરના લેઉવા પટેલ સેવા સમાજની ચૂંટણી તાજેતરમાં સંપન્ન થયા બાદ વર્ષ 2022થી 2025 સુધીના સમાજના હોદ્ેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે મનસુખભાઇ રાબડીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે કૈલાશભાઇ ચનાભાઇ રામોલિયા, મંત્રી તરીકે લવજીભાઇ નારણભાઇ વાદી, સહમંત્રી તરીકે રમેશભાઇ વિનોદભાઇ વેકરીયા તથા ખજાનચી તરીકે કિશોરભાઇ દેવજીભાઇ સંઘાણીની સર્વાંનુમત્તે વરણી કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી સમાજની ચૂંટણીમાં મનસુખભાઇની પેનલનો જંગી બહુમતિથી વિજય થયો હતો.