Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયરાષ્ટ્રદ્રોહની કલમ સ્થગિત, નવા કેસ નહિ કરવા આદેશ

રાષ્ટ્રદ્રોહની કલમ સ્થગિત, નવા કેસ નહિ કરવા આદેશ

બે દિવસની સુનાવણી બાદ કલમ 124-અ અંગે સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

- Advertisement -

સુપ્રીમ કોર્ટમાં આજે રાષ્ટ્રદ્રોહની કલમને સ્થગિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચની અદાલતે કેન્દ્ર સરકાર અને અરજીકર્તાની દલીલ સાંભળ્યા બાદ આ કાયદાને સ્થગિત કરવાની સાથે સાથે નવા કેસ દાખલ કરવા પર પણ રોક લગાવી દેવાઈ છે. ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ 124અ અંતર્ગત આ કેસ નોંધાય છે.

- Advertisement -

જુલાઈ મહિનાના ત્રીજા સપ્તાહમાં આ કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી કેન્દ્ર સરકારને આ મામલે પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, આ દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દિશાનિર્દેશ આપી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular