બંગાળની ખાડીમાં આવેલુ ભયંકર ચક્રવાતી તોફાન અસાની હવે પોતાનો માર્ગ બદલીને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશના ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આનો અર્થ એ છે કે ત્યાં સરળતાથી વિનાશની સંભાવના છે.
આ દરમિયાન તોફાની પવન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. ભારેવરસાદ પડી શકે છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ચક્રવાત અસાનીની અસરને કારણે કાકીનાડામાં જોરદાર પવનો ફૂં કાવા લાગ્યા હતા અને દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગે આધ્રપ્રદેશના ત્રણ જિલ્લા પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી અને યાનમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે ત્રણ અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, શ્રીકાકુલમ, વિઝિયાનગરમ અને વિશાખાપટ્ટનમ. અહીં પણ બુધવારે ભારેથી અતિભારે વરસાદ અને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાની ધારણા છે. આ સ્થિતિ 12 મેની સવાર સુધી રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના છેલ્લા અપડેટમાં કહેવામાં આવ્યું હતુ કે વાવાઝોડુ છેલ્લા 6 કલાકથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. તે બુધવારે સવારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી દ્વારા મધ્ય પશ્ચિમમાં આધ્રપ્રદેશના કિનારે પહોંચે તેવી શક્યતા છે. તે પછી તે ખૂબ જ સભવ છે કે તે ફરી એકવાર તેનો માર્ગ બદલશે. અને મછલીપટ્ટનમ, નરસાપુર, યનમ, કાકાનીડા, ટુની અને વિશાખાપટ્ટનમના દરિયાકાઠે આગળ વધતી વખતે ધીમે ધીમે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. તે બુધવારે સાજે બગાળની ખાડીના મધ્ય-પશ્ચિમમાં આધ્ર પ્રદેશના ઉત્તરમાં પહોંયે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ગલ્ફમા ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બુધવાર બપોર સુધીમા અસાનીની તીવ્રતા ઘટવા લાગશે અને 12 મેના રોજ તે ડીપ પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ જશે.