ઇન્ડીયન લાયોનેસ જામનગર દ્વારા ઈ.લા. ચીફ પેટ્રન હિતેશભાઈ પંડ્યાના માર્ગદર્શન મુજબ ચેરમેન વિઝીટમાં સૌપ્રથમ ઓપન જામનગર જિલ્લા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું રવિવારે નેશનલ હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી, મુખ્ય મહેમાન ઈ.લા. ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, અતિથી વિશેષ ઈમીજીયેટ પાસ્ટ નેશનલ ચેરપર્સન આશાબેન, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, ફાઉન્ડર ઇન્ડીયન લાયોનેસ જામનગર નિરુપમાબેન વાગડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.