Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આઈસ્ક્રીમના પૈસા માંગતા યુવક ઉપર બે શખ્સોનો હુમલો

જામનગરમાં આઈસ્ક્રીમના પૈસા માંગતા યુવક ઉપર બે શખ્સોનો હુમલો

લુખ્ખાઓએ પૈસા આપવાની ના પાડી છરી વડે હુમલો કર્યો : કડા વડે માર માર્યો : પોલીસ દ્વારા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં મહાકાલી સર્કલ પાસે આઈસ્ક્રીમની રેંકડી ચલાવતા યુવકને સોમવારે મધ્યરાત્રિના સમયે બે શખ્સોએ રેકડી પર આવીને પાર્સલ કરાવ્યું હતું અને આ પાર્સલના પૈસાની માંગણી કરતા યુવાન ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં અન્નપૂર્ણા ચોકડી નજીક જગન્નાથ પાર્કમાં રહેતો અને મહાવીર આઈસ્ક્રીમની રેકડી ચલાવતો બદ્રીચંદ મોહનભાઇ માલી (ઉ.વ.23) નામનો યુવક સોમવારે રાત્રિના સમયે મહાકાલી સર્કલ ઉપર હતો ત્યારે શ્રીકાંત પરમાર અને અજાણ્યા સહિતના બે શખ્સો એ આવીને આઈસ્ક્રીમના પાર્સલ કરાવ્યા હતાં. જેથી યુવકે આઈસ્ક્રીમના પૈસાની માંગણી કરતાં બન્ને શખ્સોએ ઉશ્કેરાઈને યુવકને અપશબ્દો બોલી છરી વડે કમરના ભાગે એક ઘા પાછળના ભાગે ઝીંકયો હતો તેમજ કડા વડે માથામાં માર મારતા લોહીલુહાણ હાલતમાં યુવક પડી ગયો હતો. રાત્રિના સમયે બનેલી ઘટના ઉપર હોમગાર્ડઝના જવાનનું ધ્યાન પડતા તેમણે 108 એમ્બ્યુલન્સમાં જાણ કરી હતી. જેના દ્વારા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતા પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે હુમલામાં ઘવાયેલા બદ્રીચંદ નામના યુવકના નિવેદનના આધારે શ્રીકાંત સહિતના બે શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular