જામનગર તાલુકાના નાઘેડીમાં રહેતા મહિલાના ઘરે માતાજીના પ્રસંગે બોલાવવા જતા ત્રણ શખ્સોએ અગાઉનો કેસ પાછો ખેંચી લેવા પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક આવેલા નાઘેડીમાં રામાપીરના મંદિરની બાજુમાં રહેતાં ભારતીબેન માડમને ત્યાં માતાજીનો પ્રસંગ હોવાથી સોસાયટીની બાળાઓને બોલાવવા ગયા હતાં ત્યારે રેખાબેન, ધાનીબેન, વિક્રમભાઈ નામના ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી જૂનો કેસ પાછો ખેંચી લેવા માટે મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની જાણના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.