જામનગર નજીક આવેલા નાઘેડીના વાડી વિસ્તારમાં રહેતા યુવાનનું બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામના વાડી વિસ્તારમાં રહેતો જીતુ વીરાભાઈ બારીયા (ઉ.વ.40) નામનો યુવાન રવિવારે સવારના સમયે તેના ઘર પાસે હતો ત્યારે બેચેની જેવુ લાગતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની મધુબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.