ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં ઇડરથી વડાલી તરફ વિહાર કરીને જતાં જૈન સમાજના મહારાજ સાહેબ સોમવારે સાંજના સમયે અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતાં. અગાઉ પણ વાહન અકસ્માત જૈન સાધુ-સાધ્વીજીઓના મોત નિપજ્યાની ઘટનાઓ બની છે ત્યારે વધુ એક ઘટનાથી જૈન સમાજમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
અકસ્માતના બનાવની વિગત મુજબ, પૂ. લબ્ધિ-વિક્રમગુરૂપટ્ટરત્ન શ્રદ્ધેય ગુરૂદેવ યશોવર્મસૂરીશ્ર્વરજી મહારાજના અજ્ઞાનુવર્તિની પૂ.સા. વિપુલમાલાજી મ.સા.ના શિષ્યા પૂ.સા. વિવેકમાલાજી મ.સા.ના શિષ્યા પૂ.સા. વિશુદ્ધિમાલાજી મ.સા.સોમવારે સાંજના સમયે ઉત્તર ગુજરાત સાબરકાંઠાના ઈડરથી વડાલી તરફ વિહાર કરીને આવતા હતાં ત્યારે અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતાં. અકસ્માતમાં જૈન મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાની જાણ થતા જૈન સમાજના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતાં. અગાઉ પણ આવી રીતે અકસ્માતમાં જૈન સાધુ-સાધ્વીજીઓના મૃત્યુ નિપજવાની ઘટનાઓ બની ગઇ છે. ત્યારે વધુ એક ઘટનામાં મહારાજ સાહેબ કાળધર્મ પામતા જૈન સમાજમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું તેમજ કાળધર્મ પામેલા મહારાજ સાહેબ સુરતના બિપીનભાઇના સંસારી પુત્રી હતાં.