રાજ્યના 668 ન્યાયાધીશોની બદલી કરાઈ છે. કોરોના મહામારીમાં કોર્ટની ફિઝિકલ કાર્યવાહી બંધ રહેતા ઘણા સમયથી આ બદલીઓ અટકી પડી હતી. જોકે શનિવારે બદલી-બઢતીના ઓર્ડર અપાયા હતા.
રાજકોટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કે.ડી. દવેની અમદાવાદ, ડી.આર. વોરાને અમદાવાદ, ડી. કે.દવને અમદાવાદ ગ્રામ્ય, એચ. એમ. પવારને નડિયાદ, પી.એન. દવે વિરમગામ, ઔદ્યોગિક કોર્ટના એમ.એફ. મંડલીને સુરત, ગોંડલના વી.કે. પાઠકને ગાંધીનગર, એચ. પી. મહેતાને ગોધરા, રાજકોટ ફેમિલી કોર્ટના કે.એન. મેઘાતને અમદાવાદ મુકાયા છે.
આ બદલીના લિસ્ટમાં ન્યાયાધીશ વી.આર.રાવલને અમદાવાદથી રાજકોટ ફેમિલી કોર્ટમાં મુકાયા, નડિયાદથી ડી.આર. ભટ્ટને ગોંડલ કોર્ટમાં મુકાયા, ભરૂચથી જે.ડી. સુથારને 3જા રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરાયા, છોટા ઉદેપુરથી બી.ડી. પટેલને 8માં રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણુંક મળી, પંચમહાલથી એસ.વી. શર્માને 9માં રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિકટ જજ બનાવાયા, વલસાડથી પી.કે. લોટિયાને 10માં રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્તિ મળી, સુરતથી એમ.એ. ટેલરની ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં મેમ્બર તરીકે નિમણુંક થઈ. વડોદરાથી જે.આઈ. પટેલને 11માં રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે મુકાયા.
રાજકોટ લેબર કોર્ટના જજ વીરલ હેમરાજભાઈ ભટ્ટને પ્રમોશન સાથે ગોંડલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરાયા છે. એડિશનલ સિવિલ જજ ફર્સ્ટ કલાસમાંથી પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યૂડી. મેજીસ્ટ્રેટ ફ. ક. તરીકે મુકાયેલા ન્યાયાધીશોમાં જેતપુરના એ.એન. શેખને ખેડા, જસદણના એસ. એસ. જાનીને પાટણ, ધોરાજીના પી.ડી. મોદીને અરવલ્લી મુકાયા છે. પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યૂડી. મેજી. ફર્સ્ટ કલાસમાં લોધીકાના ડી. સી. રાવલને ખેડા, કોટડાસાંગણીના ડી.સી. ગોહિલને પાટણ મુકાયા છે. આ સિવાય સિવિલ જજોમાં ઉપલેટાના કે. આર ત્રિવેદીને ગાંધીનગર, ડી.એમ. પંડ્યાને સાબરકાંઠા, રાજકોટના જ્યૂડી. મેજી. ફર્સ્ટ કલાસ એમ. એસ. અમલાણીને અમદાવાદ, એમ.એ. કૌશિકને ગાંધીનગર, રાજકોટના જી. એલ. પરિકને દાહોદ, વીંછીયાના જે.વી. અઢીયાને ભરૂચ મુકવામાં આવ્યા છે.