Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયએલન મસ્કે પોતાના મૃત્યુને લઇને કરેલું આ ટ્વીટ ચર્ચામાં

એલન મસ્કે પોતાના મૃત્યુને લઇને કરેલું આ ટ્વીટ ચર્ચામાં

ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમનું એક ટ્વિટ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેણે પોતાના ટ્વિટમાં પોતાના ‘શંકાસ્પદ મૃત્યુ’ વિશે વાત કરી છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તાજેતરમાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યું છે, આ ડીલ $44 બિલિયનમાં પૂર્ણ થઈ હતી. ત્યારથી જ તેઓ પોતાના વિવિધ ટ્વીટથી ચર્ચામાં રહે છે.

- Advertisement -

 

- Advertisement -

 

ત્યારે એલન મસ્કનું ફરી એક ટ્વીટ ચર્ચાનો વિષય બન્યું છે. તેણે ટ્વીટ કર્યું છે કે જો હું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામું તો. એલોન મસ્કે કહ્યું છે કે તે “રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામી શકે છે” પછી એક રશિયન રાજકારણીએ તેને યુક્રેનને રશિયન દળો સામે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો  સાથે સપ્લાય કરવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે, મસ્ક જે સાધની સપ્લાય કરી રહ્યા છે તેનો ઉપયોગ રશિયન સેના સામે લડવા માટે કરવામાં આવે છે. મસ્કએ તેની કંપની સ્પેસએક્સ પાસેથી યુક્રેનમાં સ્ટારલિંક ટર્મિનલ પૂરા પાડ્યા, જેનો ઉપયોગ સંદેશાવ્યવહાર અને ડ્રોન ચલાવવા માટે કરવામાં આવે છે.

- Advertisement -

એલન મસ્કે તેના મૃત્યુના ટ્વીટની પહેલા એક સ્ક્રીનશોટપોસ્ટ કર્યો હતો.જેમાં લખ્યું હતું કે મોસ્કોના અવકાશ વડા દિમિત્રી રોગોઝીને રશિયન મીડીયાને મોકલ્યો હતો. આ ટ્વીટ મસ્કના માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાના નિર્ણયની જાહેરાત કર્યાના લગભગ એક અઠવાડિયા પછી આવી છે. તે પહેલા, મસ્કે ટ્વીટ કર્યું હતું કે, “નાઝી” શબ્દનો અર્થ એ નથી કે તે જે વિચારે છે તે કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular