Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરાજ્ય ગ્રાહક તકરાર નિવારણ દ્વારા ઈન્ડસઈન્ડ બેંક વિરુધ્ધ ચૂકાદો

રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ દ્વારા ઈન્ડસઈન્ડ બેંક વિરુધ્ધ ચૂકાદો

જામનગરમાં ગ્રેઈનમાર્કેટની વેપારીની તરફેણમાં હુકમ : બેંકને વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ

જામનગરના ગ્રેઇનમાર્કેટ વિસ્તારમાં આવેલી દિપકકુમાર પ્રેમજીભાઈ નામની પેઢીના સંચાલક દિપકભાઈ નામના વેપારી દ્વારા ઈન્ડસઈન્ડ બેંકની આરટીજીએસ સેવા દ્વારા રાજસ્થાનના વેપારીને રૂા.7,19,440ની રકમ મોકલવામાં આવી હતી પરંતુ આ રકમ રાજસ્થાનના વેપારી શીવરતન સુનિલકુમાર મહેતાના ખાતામાં જમા નહીં આપતા જામનગરના વેપારીએ બેંકમાં ફરિયાદ કરી હતી. પરંતુ બેંક દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા વેપારીએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા ફોરમે બેંક વિરુધ્ધ હુકમ આપી રાજસ્થાનના વેપારીના ખાતામાં મોકલેલા નાણા જમા થયાનો પૂરાવો આપવા અન્યથા દિપકકુમારને તા.6/01/2015 થી વ્યાજ સહિત રૂા.7,19,440 જમા આપવાનો આદેશ કરાયો હતો.

- Advertisement -

ફોરમ દ્વારા કરાયેલા હુકમથી નારાજ થયેલ ઇન્ડસઈન્ડ બેંકે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં અપીલ કરી હતી. આ અપીલ એમ.જે. મહેતાની ફોરમે નીચલી કોર્ટના હુકમે યોગ્ય માની અને બેન્કને જામનગરના વેપારી દિપકકુમાર પ્રેમજીભાઈને રૂા.7,19,440 વ્યાજ સહિત ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં વેપારી દિપકકુમાર તરફથી ભોજાણી એસોસિએટસના ધારાશાસ્ત્રી પિયુષ વી. ભોજાણી, ભાવિન ભોજાણી, ભાવિન રાજદેવ, કિશોર ડી. ભટ્ટ, હેમલ વાઘાણી, સચિન જોશી, અલ્કાબેન નથવાણી, અર્શ કાસમાણી, ફેનિલ બથિયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular