Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આંગણે વલ્લભકુલમાં ચાર યજ્ઞોપવિત પ્રસ્તાવનો મંગલમય ઉત્સવ

જામનગરના આંગણે વલ્લભકુલમાં ચાર યજ્ઞોપવિત પ્રસ્તાવનો મંગલમય ઉત્સવ

વૈષ્ણવોમાં આનંદ-ઉત્સાહની હેલી યજ્ઞોપવિત પ્રસ્તાવનું ભવ્યાતિભવ્ય આયોજન : હાસ્ય દરબાર યોજાશે

- Advertisement -

જામનગરની પુષ્ટિ સંપ્રદાય મોટીહવેલીના ગાદિપતિ પૂ.પા.ગો. 108 હરિરાયજી મહારાજના પુત્ર પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયના દ્વિતિય આત્મજ પૂ.પા.ગો. પ્રેમાદ્રરાયજી (ચિ. પિતાંબરજી) તથા દોહિત્રા અ.સૌ. રૂચિરાજા-બેટીજી તથા અખિલેશજી ચક્રવર્તિના પુત્ર ચિ. અભિનવકુમાર અ.સૌ. નિલમરાજા-બેટીજી તથા ચંદ્રમોહનજી શર્માના પુત્ર ચિ. દક્ષકુમાર તેમજ અ.સૌ. હેમાંગીરાજા-બેટીજી તથા મનિષજી કરંજીના પુત્ર ચિ. આયુષકુમારનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ આગામી સં. 2079 (ગુર્જર સંવત 2078) વૈશાખ સુદ 10- તા. 11 મે 2022 બુધવારના દિવસે મેહુલનગર એક્સચેન્જ રોડ પર શ્રીજી મેરેજ હોલ પાછળના મેદાનમાં જામનગર મુકામે નિર્ધારીત કરવામાં આવેલ છે.

- Advertisement -

પ્રસ્તાવના મંગલમય આયોજન સાથે મોટી હવેલી-જામનગર મુકામે બિરાજતા મહાપ્રભુજીના નિધિ ગદાધરદાસજીના સેવ્ય મદનમોહન પ્રભુના તા. 3 થી તા. 8 સુધી વિવિધ મનોરથો અને દર્શનનું સાયં 5:30 પછી આયોજન કરાયું છે. શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવના કાર્યક્રમોમાં સોમવાર તા. 9ના રોજ સવારે 11 કલાકે ગણેશ સ્થાપન અને રાત્રે 9:30 કલાકે હાસ્ય કલાકાર ગુણવંતભાઇ ચુડાસમા દ્વારા હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

મંગળવાર તા. 10 ના રોજ કુલદેવતા સ્થાપન અને વૃધ્ધિની સભાનું 11 કલાકે આયોજન કરાયું છે. જ્યારે સાંજે 7 કલાકે બિનેકી એટલે કે, પ્રોસેશન પ્રસ્તાવ સ્થળ મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ પાસે શ્રીજી મેરેજ હોલ પાછળના મેદાનથી નિકળી કૃષ્ણનગર મેઇન રોડ, બ્રાહ્મણ બોર્ડિંગ, જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય, જનતા ફાટકથી એરફોર્સ ગેઇટ થઇ સત્યમ કોલોની રોડથી પ્રસ્તાવ સ્થળ પર પરત જશે.

- Advertisement -

તા. 11ના દિવસે સવારે 11 કલાકે યજ્ઞોપવિત સંસ્કાર વિધિ આયોજિત કરેલ છે. બહારગામથી પધારેલ આમંત્રિત મહેમાનો માટે ઉતારાની અને મહાપ્રસાદની વ્યવસ્થા પ્રસ્તાવ સ્થળ પર કરવામાં આવી છે. તેમ યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિના પ્રમુખ જીતુભાઇ લાલે જણાવ્યું હતું. આ શુભ યોગ યજ્ઞોપવિત પ્રસ્તાવનો અલૌક્કિ લાભ લેવા સૌ વૈષ્ણવોને સહ પરિવાર પધારવા જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઇ પાબારીએ નિમંત્રણ પાઠવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular