Monday, December 23, 2024
Homeમનોરંજનજીયોના આ રીચાર્જ પ્લાન પર Disney+ Hotstar નું ફ્રીમાં સબસ્ક્રિપ્શન મળશે

જીયોના આ રીચાર્જ પ્લાન પર Disney+ Hotstar નું ફ્રીમાં સબસ્ક્રિપ્શન મળશે

- Advertisement -

રિલાયન્સ જિયોએ નવા પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યા છે અને તેના ગ્રાહકોને ઘણી સારી ઑફર્સ આપી છે. જિયોએ Disney + Hotstar સાથેની ભાગીદારી વધારી છે. આ સાથે, ત્રણ મહિના માટે Disney + Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન સાથે ત્રણ નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે.

- Advertisement -

રિલાયન્સ જિયોના રૂ. 333 પ્રીપેડ પ્લાન હેઠળ, દરરોજ 1.5GB ડેટા સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 28 દિવસ માટે દરરોજ 100 SMS આપવામાં આવશે. Disney+ Hotstar મોબાઇલનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ હશે. આ પ્લાન 28 દિવસ માટે માન્ય છે.

583 રૂપિયાના પ્લાન સાથે યુઝર્સને 56 દિવસની વેલિડિટી મળે છે. 1.5GB ડેટા સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 100 SMS અને Disney + Hotstar Mobileનું ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રી માં આપવામાં આવશે. રૂ.783ના પ્રીપેડ પ્લાનમાં દૈનિક 1.5GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 100 SMS અને Disney + Hotstar મોબાઇલનું ત્રણ મહિનાનું સબ્સ્ક્રિપ્શન પણ હશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ સુધીની છે.

- Advertisement -

પ્રાઇમ મેમ્બરશિપ માટે નવા યુઝર્સે 100 રૂપિયા ચુકવવા પડશે. નવા પ્રીપેડ પ્લાનની વેલિડિટી 90 દિવસથી ઓછી છે. આથી યુઝર્સે ત્રણ મહિના માટે Disney+ Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શનનો લાભ લેતી વખતે રિચાર્જ કરવું પડશે. ત્રણેય નવા જીયો રિચાર્જ પ્લાનમાં JioTV, JioCinema, JioCloud અને જીયો એપ્સની મફત ઍક્સેસ પણ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular