Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરમુખ્યમંત્રી આવતીકાલે ભાગવત સપ્તાહમાં હાજરી આપશે

મુખ્યમંત્રી આવતીકાલે ભાગવત સપ્તાહમાં હાજરી આપશે

- Advertisement -

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભાગવત સપ્તાહ ના કાર્યક્રમમાં આવતીકાલે 11:30 વાગ્યે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે, અને વ્યાસપીઠનું પૂજન કરી કથા શ્રવણ કરશે.

- Advertisement -

ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્ય મંત્રી અને ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું હકુભા જાડેજા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

જે નિમંત્રણ મુખ્યમંત્રી દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યું છે. જેના સંધાને તેઓ આવતીકાલે જામનગર આવી પહોંચશે, તેવો સંદેશો મળ્યો છે.

- Advertisement -

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર થી નીકળીને જામનગરના એરપોર્ટ પર હવાઇ માર્ગે આવી પહોંચ્યા પછી મોટરમાર્ગે 11.30 વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કથા સ્થળે પહોચશે, અને ત્યાં વ્યાસપીઠનું પૂજન કર્યા પછી પૂજ્ય રમેશભાઈ ઓઝા પાસે આશીર્વચન મેળવશે. ત્યાર પછી તેઓ 20 મિનિટ થી અડધો કલાક નું રોકાણ કરીને ફરીથી અમદાવાદ-ગાંધીનગર પરત ફરશે. તે પ્રકારનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular