શ્રીકૃષ્ણ ભગવાનના જીવન ઉપર ટિપ્પણી કરનાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના પોસ્ટરોનું ગઇકાલે જામનગરમાં દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણ ભગવાનના જીવન પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ દ્વારા ટિપ્પણી કરવામાં આવતાં કૃષ્ણપ્રેમીઓમાં રોષની લાગણી છવાઇ છે. ત્યારે ગઇકાલે જામનગર શહેરમાં સમર્પણ સર્કલ ખાતે સી.આર. પાટિલના પોસ્ટરોનું દહન કરવામાં આવ્યું હતું. મયૂર ચાવડા, ગૌરવ ગોસાઇ, નિખીલ કેશોર દ્વારા પોસ્ટરો સળગાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું.