કોરોના મહામારી બાદ સમગ્ર વિશ્ર્વની અર્થ વ્યવસ્થા ઉપર વિપરીત અસર થઇ છે અને હાલમાં જ અમેરિકા સહિતના દેશોએ વ્યાજદરોમાં વધારો કર્યો હતો અને ભારતે પણ હાલમાં વ્યાજદર વધાર્યો હતો. આ વ્યાજદર વધવાના કારણે અમેરિકા અને વૈશ્ર્વિક શેરબજારોમાં ભારે વેચવાલીના પગલે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતની શેરબજારમાં વેચવાલીના પગલે આજે શુક્રવારે સેન્સેકસમાં બપોરે 12-42, 1012 પોઇન્ટના કડાકા સાથે 54684 અને નિફટી 309ના ઘટાડા સાથે 16373 ઉપર પહોંચી ગઇ હતી.