જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સરકારી જી. જી. હોસ્પિટલ જર્જરીત હાલતમાં હોય નવી બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં અતિ આધુનિક મશીનરીઓ પણ આવશે. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જી. જી. હોસ્પિટલમાં આવતા દર્દીઓને તેનો લાભ મળશે.
જામનગરની જી. જી. હોસ્પિટલનું બાંધકામ 1926 માં થયું હતું. જે હવે જે જર્જરીત બન્યું છે. ત્યારે નવા બાંધકામ માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યના આરોગ્ય મંત્રી જામનગર આવ્યાં હતાં. ત્યારે તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ તકે તેમની સમક્ષ પ્રેઝેન્ટેશન રજૂ કરી નવા બાંધકામ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે નવા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે પણ માંગણી કરવામાં આવી હતી. તેમજ મેડીકલ કોલેજમાં વર્ષો પૂર્વે અભ્યાસ કરી ચૂકેલા તબીબો પણ કેટલીક મશીનરી માટે સહયોગ આપશે. લાંબા સમયથી એમઆરઆઈ સુવિધા પણ બંધ હોય જે ટૂંક સમયમાં ફરથી શરૂ થશે. તેમજ બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે મેમોગ્રાફી મશીનની પણ સુવિધા મળશે. આ ઉપરાંત વર્ગ-1 અને 2 ના તબીબી અધિકારીઓ માટે રહેણાંક તથા નર્સિંગ સ્ટાફ માટે આવાસની પણ માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.