Sunday, December 22, 2024
Homeરાજ્યઅમદાવાદના માદક પદાર્થ પ્રકરણમાં નાસતા ફરતા આરોપીને ખંભાળિયામાંથી ઝડપી લેવાયો

અમદાવાદના માદક પદાર્થ પ્રકરણમાં નાસતા ફરતા આરોપીને ખંભાળિયામાંથી ઝડપી લેવાયો

એ.ટી.એસ.ને સોંપાયો: એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -
ખંભાળિયા પંથકમાં તાજેતરમાં ઈદના તહેવારોમાં આવેલો અને દ્વારકા ખાતે રહેતો હનીફ હબીબ સોઢા નામનો શખ્સ કે જેની સામે માદક પદાર્થોની હેરાફેરી અંગેનો કેસ નોંધાયો છે, તેને જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઈને એ.ટી.એસ. પોલીસને સોંપી દીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ અમદાવાદ એ.ટી.એસ. વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે ઝડપાયેલા માદક પદાર્થોના પ્રકરણમાં દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હનીફ હબીબ સોઢા નામના મુસ્લિમ ભડેલા શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં છેલ્લા આશરે બે માસથી પોલીસને હાથ ન લાગતો ઉપરોક્ત શખ્સ તાજેતરના ઈદના તહેવારોને અનુલક્ષીને ખંભાળિયા પંથકમાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી તથા જીવાભાઈ ગોજીયાને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળતા રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે અહીંના રિલાયન્સ સર્કલ પાસે ઉભેલા ઉપરોક્ત આરોપી હનીફ હબીબ હાસમ સોઢા (ઉ.વ. 26) ને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ શખ્સની વિધિવત રીતે અટકાયત બાદ તેનો કબજો અમદાવાદ એટીએસ પોલીસને સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી, જીવાભાઈ ગોજીયા, હરદેવસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, પ્રવીણભાઈ મથર અને સુનિલભા માણેક દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular