અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) જામનગર દ્વારા ભારત માં લુપ્ત થતું જતું પક્ષી એટલે કે “ચકલી” ને બચાવવા માટે જામનગર મા આવેલ જાહેર સ્થળો અને કોલેજ,શાળા કેમ્પસો મા “ચકલી બચાવો” ના સુવિચાર સાથે ચકલી ના માળા લગાવવામાં આવ્યા હતા અને લોકોમાં માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભીયાન મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર જિલ્લા ના પ્રમુખ કાર્યકર્તાઓ સંજીતભાઈ નાખવા(જીલ્લા સંયોજક), જયદેવસિંહ જેઠવા(નગર મંત્રી), ઋત્વિક ભાઈ(નગર સહ મંત્રી), કુલદીપ ભાઈ ધારવીયા(કોષાધ્યક્ષ) સહિત ના કાર્યકર્તાઓ જોડાયાં હતાં અને અંદાજિત ૧૦૦ જેટલા માળા લગાવવામા આવ્યા હતા.