છોટા ભીમને આ ઉનાળામાં જિયોગેમ્સ પર નવું ઘર મળ્યું છે. જિયોગેમ્સ અને ગ્રીન ગોલ્ડ એનિમેશન પ્રાઇવેટ લિમિટેડ જિયોગેમ્સ પ્લેટફોર્મ પર છોટા ભીમ ગેમ્સના લોન્ચ સાથે ઉનાળાના વેકેશનની મજા વધારવા માટે પરસ્પર સહયોગ કરી રહ્યા છે.બાળકો અને ગેમિંગના શોખીનો હવે તેમની મનપસંદ છોટા ભીમ ગેમનો આનંદ માણી શકે છે, ખાસ કરીને જ્યારે મે મહિનામાં છોટા ભીમ ગેમ તેના જન્મદિવસની ઉજવણી કરશે. આ ગેમ્સ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને જિયો સેટ-ટોપ બોક્સ જેવા પ્લેટફોર્મ પર હાજર જિયોગેમ્સ એપ પર રમવા માટે ઉપલબ્ધ છે
.
છોટા ભીમ એ ભારતના સૌથી વધુ લોકો સુધી પહોંચ ધરાવતા અને સૌથી વધુ પ્રિય એનિમેટેડ પાત્રોમાંનું એક છે જે બાળકોના વેકેશનના આનંદને વધારશે.
ભારતમાં સૌથી લાંબો ચાલતો એનિમેટેડ શો છોટા ભીમ એક દાયકાથી વધુ સમયથી ભારતીય બાળકોના મનોરંજનનો એક ભાગ છે.શુદ્ધ સોના જેવું હૃદય ધરાવતો ધોતી પહેરેલો બાળક ભીમ તેના વિશ્વાસપાત્ર મિત્રો સાથે, વિશ્વભરમાં અદ્દભૂત સાહસો પર જાય છે અને લોકોને મદદ કરે છે. હવે આ મનોરંજક રમતો જિયોગેમ્સ પર આવી રહી છે, ભીમ ટીમ તમામ પ્રેમાળ ચાહકોને તેમના સાહસોમાં જોડાવા માટે આમંત્રણ આપે છે.
અમે જિયો સાથે જોડાઈને અને જિયો ગેમ્સ પર હાજર રહેવા માટ ખૂબજ ઉત્સાહિત છીએ. જિયો ગેમ્સ લગભગ તમામ ઉપકરણો અને તેમની ઇકોસિસ્ટમમાં તેની હાજરી સાથે, અમારા શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બાળકોના આઇપી માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે જેમાં ભારતનો મનપસંદ એનિમેટેડ શો-છોટા ભીમનો સમાવેશ થાય છે અને અમારા ચાહકોને તેમના મનપસંદ પાત્રો સાથે ઘણા વધુ ઉપકરણો પર કનેક્ટ થવા માટે તૈયાર છે.અમે પાંચ હાયપર કેઝ્યુઅલ ગેમ્સ સાથે લોન્ચ કરીશું અને ટૂંક સમયમાં ઘણી વધુ ઉમેરીશું, તેમ ગ્રીન ગોલ્ડ એનિમેશનના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર શ્રીનિવાસ ચિલાકલાપુડીએ કહ્યું હતું.