જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં રહેતાં વૃદ્ધ તેના ઘરે રસોઇ બનાવતા હતાં તે સમયે અકસ્માતે લાગેલી આગથી દાઝી જતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં એકલવાયુ જીવન જીવતા વેલજીભાઈ કરમશીભાઈ નસીત (ઉ.વ.70) નામના વૃધ્ધ બુધવારે સવારના સમયે તેના ઘરે રસોઇ બનાવતા હતાં તે દરમિયાન અકસ્માતે આગ લાગતા ઘરવખરી પણ સળગી ગઈ હતી અને આ આગમાં વૃધ્ધ શરીરે ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જેન્તીભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એલ. કંચવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.