જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના યુવકને બે શખ્સોએ અપશબ્દો બોલી જાતિ પ્રત્યે આપમાનિત કરી લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે દંપતી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા મંગલ મનજીભાઈ વાઘેલા નામના યુવકને તેના જ ગામમાં રહેતો આલસુર પુના નાગદેવ નામના શખ્સે મન ફાવે તેમ અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરતા યુવકે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આલસુર અને તેની પત્ની જેઠીબેન આલસુર નાગદેવ નામના દંપતીએ આ બાબતનો ખાર રાખી મંગલ ઉપર લાકડી વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવની જાણ કરતા ડીવાયએસપી તથા સ્ટાફે દંપતી વિરૂધ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.