લાલપુર તાલુકાના ટેભડા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.12070 ની રોકડ રકમ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના ટેભડા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઈડ દરમિયાન અલ્લારખા આમદ હલેપોત્રા, હિતેશ નથુ ચાવડા, બિપીન રામજી રાઠોડ, સદામ મુસા હલેપોત્રા, ભીખા જેઠા સીગળ અને અનિલ વીરા સારસીય નામના છ શખ્સોને રૂા.12070 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લઇ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.