Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપેટ્રોલ પૂરાવવા જતાં સમયે બાઈકસવાર વૃદ્ધને કાળ ભેટયો

પેટ્રોલ પૂરાવવા જતાં સમયે બાઈકસવાર વૃદ્ધને કાળ ભેટયો

કાલાવડ-રણુજા માર્ગ પર પીયાવા ગામ નજીક અકસ્માત : ઓવરટેક કરવા જતી સ્વીફટ કારે વૃદ્ધના બાઇકને ઠોકરે ચડાવ્યા : ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

કાલાવડથી રણુજા જવાના માર્ગ પર આવેલા પીયાવા ગામથી એક સપ્તાહ પૂર્વે બાઈક પર પેટ્રોલ પૂરાવા જતા વૃધ્ધના બાઈકને પૂરઝડપે બેફીકરાઈથી આવતા રાજકોટ પાસીંગની સ્વીફટ કારના ચાલકે ઓવરટેક કરવા જતા સમયે ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મૂળ કાલાવડ તાલુકાના જીવાપરા ગામના વતની અને હાલ રાજકોટમાં મવડી ગુરૂકુલ પાસે આવેલા કૈલાશપાર્ક બ્લોક નં.બી-6 માં રહેતા ચનાભાઈ ફળદુ નામના વૃધ્ધ ગત તા.25 એપ્રિલના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેના જીજે-03-જેએમ-9690 નંબરના બાઈકમાં પેટ્રોલ પૂરાવા માટે કાલાવડ-રણુજા રોડ પર આવેલા પીયાવા ગામ નજીકના પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાવા જતાં હતાં ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-03-કેપી-0797 નંબરની સ્વીફટ કારના ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે વૃદ્ધના બાઈકને હડફેટે લઈ ઠકોરે ચડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચનાભાઈ ફળદુ નામના વૃદ્ધને શરીરે અને પગમાં તથા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર વિઠ્ઠલભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી સ્વીફટ કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular