છત્તીસગઢના રાયપુરમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં જેસીબીના ટાયરમાં હવા ભરતી વખતે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં ત્યાં હાજર બે લોકોના મોત થયા હતા. એક કર્મચારી જેસીબીનું ટાયર કાઢીને હવા ભરી રહ્યો હતો. હવા ભરતી વખતે તે સતત ટાયર પર બેસીને હવા તપાસવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારે અચાનક ટાયર ફાટ્યું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ટાયર પાસેના બંને કામદારો હવામાં ફંગોળાયા હતા. અને તેમના શરીરના પણ ટુકડા થયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
#Chhattisgarh #blast #CCTV #JCB #Khabargujarat
છત્તીસગઢના રાયપુરમાં જેસીબીના ટાયરમાં હવા ભરતી વખતે ટાયર ફાટ્યું
બે લોકોના મોત pic.twitter.com/Q8Ly3HvP0A
— Khabar Gujarat (@khabargujarat) May 5, 2022
CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગેરેજમાં એક JCB ઊભું છે. કેટલાક કર્મચારીઓ પણ ત્યાં હાજર છે. એક મજૂર ટાયરમાં હવા ભરી રહ્યો છે. ત્યાં નજીકમાં ઊભેલા બે કર્મચારીઓ વાત કરી રહ્યા છે. ત્યારે તેમાંથી એક આવીને હવા ભરી રહેલા કર્મચારી પાસે ઉભો રહે છે. પછી ટાયર ફાટ્યું હતું. જેમાં મધ્યપ્રદેશના બે યુવકના મૃત્યુ નીપજ્યા છે.