એલન મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું ત્યારથી એવી આશંકા હતી કે ટ્વિટરનો ઉપયોગ કરવા માટે હવે પૈસા ચુકવવા પડશે. ત્યારે આ અંગે વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું છે કે આ પ્લેટફોર્મના કોમર્શિયલ અને સરકારી યુઝર્સે તેના ઉપયોગ માટે પૈસા ખર્ચવા પડશે. તેણે સામાન્ય યુઝર માટે ફ્રી રહેશે.
Twitter will always be free for casual users, but maybe a slight cost for commercial/government users
— Elon Musk (@elonmusk) May 3, 2022
એલન મસ્કે ટ્વિટ કર્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘ટ્વિટર હંમેશા સામાન્ય યુઝર્સ માટે ફ્રી રહેશે, પરંતુ કોમર્શિયલ/સરકારી યુઝર્સે થોડી કિંમત ચૂકવવી પડી શકે છે.’ તેણે વેરિફાઈડ ટ્વીટ્સને એમ્બેડ કરવા અથવા ટાંકવા માટે થર્ડ પાર્ટી વેબસાઈટ પાસેથી પૈસા વસૂલવાની પણ વાત કરી. આ સાથે, મસ્કએ બ્લુ ટિક પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સેવામાં ફેરફાર પણ સૂચવ્યા હતા, જેમાં તેની કિંમત નક્કી કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. હાલમાં, ટ્વીટર પ્રીમિયમ બ્લુ સર્વિસની કિંમત $2.99 છે.
એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું ત્યારથી જ તે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા પણ તેઓએ કોકા કોલાને ખરીદવાને લઇને ટ્વીટ કર્યું હતું.