નિયામક રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા તા.05/05/2022ના રોજ સવારે 10 કલાકે નગરપાલિકા ટાઉનહોલ પોરબંદર રોડ, જામખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાનાં ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનિવાર્ય સંજોગોના કારણે મોકુફ રાખવામાં આવેલ છે. આ જિલ્લા કક્ષાના ભરતી મેળા કાર્યક્રમનું આયોજન નિર્ધારિત થયેથી તારીખ સમય અને સ્થળની નવેસરથી જાણ કરવામાં આવશે તેમ જિલ્લા રોજગાર અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.