રાજયમાં આ ચણાનું મબલખ ઉત્પાદન થયું છે જેને ધ્યાને લઇ, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને ઘણાં ખેડૂતોએ અરજી કરી હતી. જે ધ્યાને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ગુજરાતમાંથી વધુ ચણાનો જથ્થો ખરીદવા દરખાસ્ત કરી હતી. જેને તત્કાલ મંજૂર કરી કેન્દ્ર સરકારે કુલ 5,36,225 મે. ટન ચણાનો જથ્થો ખરીદવા મંજૂરી આપી છે. રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેવા આવકારદાયક નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને જામનગર જિલ્લા ભાજપાના આગેવાનો પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લાના મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઈ જાની, પૂર્વ ધારાસભ્યો ચિમનભાઈ શાપરિયા, બ્રિજરાજસિંહ જાડેજા, મેઘજીભાઈ ચાવડા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નયનાબેન પરમાર, જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખો ચંદ્રેશભાઈ પટેલ, ડો. પી.બી. વસોયા, સૂર્યકાંતભાઈ મઢવી, પૂર્વ મહામંત્રી દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી, ચેતનભાઈ કડીવાર, મનોજભાઈ ચાવડિયા સહિત તમામ આગેવાનોએ આભાર માની ગુજરાત અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હોવાનું જિલ્લા મીડિયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.