જામનગર જિલ્લા મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં ભંગાર થયેલા વાહનોની હરરાજીથીમાંથી ખરીદ કરી હતી. અને આ કંપનીના પાર્કિંગમાંથી ખરીદેલ વાહનો પૈકી 55000 ની કિંમતની ટાટા સુમો લેવાને બદલે 95000 ની ટાટા સુમો લઇ જઈ કંપની સાથે ઠગાઇ કર્યાની ફરિયાદના આધારે પોલસીે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જીલ્લાના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં ભંગાર થયેલા વાહનોની હરરાજીમાંથી મહોબતસિંહ જાડેજાએ વાહનોની ખરીદી કરી હતી. આ વાહનો લેવા માટે યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજાએ તેના પિતાએ ખરીદેલ રૂા.55 હજારની કિંમતની જીજે-10-બીજી-1903 નંબરની ટાટા સુમો લેવાને બદલે રૂા.95 હજારની કિંમતની જીજે-10-બીજી-8305 નંબરની ટાટા સુમો ઠગાઈ કરી કંપનીના પાર્કિંગમાંથી લઇ ગયા હતાં આ અંગેની અરૂણકુમાર મૌર્ય દ્વારા જાણ કરાતા એએસઆઇ કેે.પી. જાડેજા તથા સ્ટાફે યુવરાજસિંહ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.