Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરકુવો ગાળતા યુવાન પર પથ્થર પડતાં કરૂણ મોત

કુવો ગાળતા યુવાન પર પથ્થર પડતાં કરૂણ મોત

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામે રહેતા જીવાભાઈ મેરામણભાઈ મોઢવાડીયાની વાડીમાં આવેલા એક કુવાને ગાળવાનું કામ કરવા માટે બોલાવવામાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમદ જિલ્લાના ભીમ તાલુકાના મૂળ રહીશ હુકમસિંહ રૂપસિંહ રાજપુત નામના 35 વર્ષના યુવાન તેમની સાથે અન્ય બે શ્રમિકોને લઈને જીવાભાઈની વાડીએ કુવો ગાળી રહ્યા હતા, ત્યારે કુવાની ભેખડમાંથી એક તોતિંગ પથ્થર તૂટીને અંદર કામ કરી રહેલા હુકમસિંહ રાજપૂતના માથા પર પડતાં તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ છોટુસિંહ આસુસિંહ રાજપૂત (રહે. અજમેર- રાજસ્થાન) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular