Saturday, January 4, 2025
Homeરાજ્યશેઠવડાણામાં લાઇમસ્ટોનની ખાણમાંથી મોટરની ચોરી

શેઠવડાણામાં લાઇમસ્ટોનની ખાણમાંથી મોટરની ચોરી

રૂા.50,000ની બે ઇલેકટ્રીક મોટર તસ્કરો ચોરી ગયા : પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા તપાસ

- Advertisement -

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામની સીમમાં આવેલી લાઇમ સ્ટોનની ખાણ પાસે બનાવેલી ઓરડીની બાજુમાં રાખેલી રૂા.50,000ની કિંમતની બે ઇલેકટ્રીક મોટરો અજાણ્યા તસ્કર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જુનાગઢમાં ઝાઝરડા રોડ પર રહેતાં નિલેશ દિનેશભાઇ જાદવ નામના યુવાનની જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ નજીક આવેલી લાઇમસ્ટોનની ખાણમાં પથ્થર કાઠવા માટે ઓરડીની બાજુમાં રાખેલ રૂા.50,000ની કિંમતની બે ઇલેકટ્રીક મોટરો અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં.આ બનાવ અંગેની નિલેશ દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઇ કે.વી.ઝાલા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular