ગોંડલ ગચ્છના આદ્યસ્થાપક આચાર્ય 1008 સ્વ.પૂજય ડુંગરસિંહજી સ્વામી, સ્થવીર ગુરૂદેવ સ્વ.પરમ પૂજય પ્રેમચંદજી મહારાજ સાહેબ એવમ પ.પૂ. ગુરૂ ભગવંત બા.બ્ર.શ્રી રાજેશમુની મહારાજ સાહેબ અનંત ઉપકારી ભગવંતોની અનંતી-અનંતી કૃપાથી ગોંડલ ગચ્છના ગૌરવવંતા રત્ન ‘પૂજય રાજગુરૂભગવંત’ના આજ્ઞાનુવર્તી ‘હિરલગુરૂણી’ પરિવારના સાધ્વીપ્રમુખા સુદીર્ધ સંયમસ્થવીરા અનંત ઉપકારી પૂજય ગુરૂણી ભગવંત બા.બ્ર. પુષ્પાબાઇ મહાસતીજી ભગવંતની અનરાન તપની અતિ દુષ્કર અંતિમ આરાધના 28 એપ્રિલ 2022થી શરૂ થઈ હતી. પૂજયશ્રીને દીક્ષા પર્યાપનું 60મુ વર્ષ તેમજ ઉમરનું 83 મું વર્ષ ચાલી રહી છે. અનશન આરાધક પૂજય ગુરૂણીભગવંત બા.બ્ર. પુષ્પાબાઇ મહાસતીજીને અનશન આરાધનાનો છઠો દિવસ તા.3 ના રોજ હતો. પૂજય ગુરૂણી ભગવંતની અનરાન તપની અંતિમ આરાધના સંપૂર્ણ જાગૃતિ સાથે તેમજ સુખે સમાધિએ સમતાભાવમાં અને ચતુર્વિધ શ્રીસંઘની ઉપસ્થિતિમાં તા.3 ના મંગળવારે સાંજે 5:00 કલાકે સમાધિભાવપૂર્વક સંપન્ન થઈ હતી.
ગોંડલ ગચ્છ રત્ના સાધ્વીપ્રમુખા ગુરૂણી-ભગવંતની પાલખીયાત્રા તા.3 ના સાંજે 5:45 કલાકે શ્રી ઋષભદેવ ઉપાશ્રયથી નીકળી અને શહેરના શાશ્ર્વત એપાર્ટમેન્ટ, પારસ સોસાયટી, હંસા પ્રોવિઝન, નવીનનગર હોલ, યુનિવર્સિટી રોડ, વોકહાર્ટ પાછળ, ઇન્દિરા સર્કલ, પંચાયતનગર ચોક, આકાશવાણી ચોક, જે.કે.ચોક, શિલ્પન રેવા ફલેટ્સ, વસંત મારવેલ ફલેટ્સ, સરિતા વિહાર ચોક, જડ્ડુસ, મોટા મૌવા સ્મશાન ખાતે પૂર્ણ થઈ હતી. રત્ના સાધ્વીપ્રમુખા તપસ્વી ગુરૂણીભગવંત આજીવન અનશન આરાધક બા.બ્ર. પુષ્પાબાઇ મહાસતીજીની ગુણાનુવાદ સભા તા.4 ના બુધવારે સવારે 9 વાગ્યે શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ ‘શાશ્ર્વત એપાટમેન્ટ’ પારસ સોસાયટી, રાજકોટ ખાતે રાખવામાં આવી હતી.


