મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે તાજેતરમાં મધ્યપ્રદેશના સાગર જીલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે. 9 વર્ષનો બાળક હાથમાં મોબાઈલની બેટરીથી રમી રહ્યો હતો, ત્યારે તેમાં જોરદાર વિસ્ફોટ થયો. આ ઘટનામાં બાળકના હાથની ત્રણ આંગળીઓ કપાઈને જમીન પર પડી ગઈ હતી. આ વિસ્ફોટ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા તો બાળકની આંગળીઓ કપાયેલી જોઈને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા.
મધ્યપ્રદેશમાં સાગરના રાહતગઢમાં 9 વર્ષના બાળકના હાથમાં રહેલ મોબાઈલ ફોનની બેટરી જોરદાર ધડાકા સાથે ફાટી હતી. આ અકસ્માતમાં 9 વર્ષનો માસૂમ ઘાયલ થયો હતો અને વિસ્ફોટમાં તેના હાથની ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી. 9 વર્ષનો શહજાદ ઘરની અંદર મોબાઈલ ફોનની બેટરી સાથે રમી રહ્યો હતો. તે મોબાઈલ ફોનની બેટરીમાંથી મોટર ચલાવી રહ્યો હતો ત્યારે બેટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટની ઝપેટમાં શહજાદ આવ્યો અને તેના હાથ પર ઈજા થઈ. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે હાથની હથેળીમાં બેટરી હતી તે હાથની ત્રણ આંગળીઓ કપાઇને જમીન પર પડી ગઈ હતી.
પરિજનોનું કહેવું હતું કે ટરી કેટલી જૂની છે તે કોઈને ખબર નથી. ઘણા સમય પહેલા એક મોબાઈલની બેટરી બગડી ગઈ હતી. ઈલેક્ટ્રોનિક રમકડાના વાયરો બેટરીને અડી જતાં બલાસ્ટ થયો હતો.હાલ ગંભીર રીતે ઘાયલ આ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને તેની તબીયત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.