Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસોરઠીયા પ્રજાપતિ સેવા સમાજના હોદેદારો સામે કરાયેલ દાવો રદ્

સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજના હોદેદારો સામે કરાયેલ દાવો રદ્

- Advertisement -

સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજ ગોકુલનગર જામનગરના વર્ષ 2019-20ના હોદેદારો સામે સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજ ગોકુલનગરના સભ્યોએ હોદેદારો દ્વારા તા. 5-5-20ના રોજ નોટરાઇઝ કરાયેલ ટ્રસ્ટડીડ મનસ્વી રીતે સમાજના કોઇપણ સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર તેમજ ટ્રસ્ટ્રડીડીના આધારે સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજનું બેંક ઓફ ઇન્ડીયા, શંકરટેકરી, જીઆઇડીસી ઉદ્યોનગર, જામનગર ખાતે આવેલ એકાઉન્ટ ઓપરેટ કરવા માટે સમાજના નામનું પાનકાર્ડ કઢાવેલ તે તથા ટ્રસ્ટડીડ કે જે સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજની સ્થાવર મિલકત, સરદારનગર સોસાયટી, શેરી નં. 2 ગોકુલનગર વિસ્તારમાં આવેલ છે. તે કોઇપણ જાતના ઠરાવ વગર કે સમાજના સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર ટ્રસ્ટની મિલકત તરીકે દર્શાવેલ હોય, તેથી તે ટ્રસ્ટડીડ સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજને બંધનકર્તા નથી તેમજ સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજ જામનગરની માલિકીની કબજા-ભોગવટાની છે. તેવું તથા તા. 30-5-20ના રોજ સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજ જામનગરના બહુમતિ સભ્યો દ્વારા કરવામાં આવેલ સ્વૈચ્છિક ઠરાવ વર્ષ 2019ના તમામ હોદ્ેદારોને બંધનકર્તા છે. તેવું ઠરાવી આપવા તથા સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજની સ્થાવર મિલકતનું સંચાલન વર્ષ 2019-20ના હોદ્ેદારો કરે નહીં કે કરાવે નહીં તેમજ સમાજનું બેંક ખાતે ઓપરેટ કરે નહીં કે, કરાવે નહીં તેવું ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા જામનગરની અદાલતમાં દાવો દાખલ કર્યો હતો.

- Advertisement -

જે દાવો જામનગરના પાંચમા એડીસીની સિવિલ જજ આર.બી. જોશીએ માન્ય રાખી સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજના સભ્યો દ્વારા કરવામાં આવેલ દાવો રદ કરવાનો હુકમ છે.

સમાજની કાયદેસર જનરલ બોર્ડ દ્વારા ચૂંટાયેલ વહીવટી સમિતિ અને તેના હોદેદારો સામે તેને વહીવટ કરતાં અટકાવવા માટેનો આ દાવો ગોકુલનગર વિસ્તારમાં રહેતા જ્ઞાતિજનો દિપક રામભાઇ ઘેડીયા, મુકેશ શિંગડીયા, અરવિંદ ઘેડીયા, અમૃત ગાધેર, દિપક ચાવડા, મુકેશ ચિત્રોડા, જયેશ ચિત્રોડા, કમલેશ ફટાણીયા, અશ્ર્વિન ફટાણીયા, પરસોતમ વારા, ગોવિંદ ચિત્રોડા, મહેશ લાડવા, ચંદ્રેશ કુકડીયા, જીતેન્દ્ર ભરડવા, સંજય સિંગડીયા, વિજય ચાંડેગરા તે રીતે કુલ-17 જ્ઞાતિજનોએ આ વિવાદ ઉભો કરી દાવો કર્યો હતો. જેમાં તેઓને કાનૂની હાર સાંપડેલ હતી. વર્તમાન ટીમના હોદ્ેદારો રમેશભાઇ ઘેડીયા, નરેન્દ્ર ધોકીયા, ભરત વિસાવડીયા, મહેશ ધોકીયા, દિલીપ પાણખાણીયા તથા મયુર લાડવાની ટીમને સમગ્ર જ્ઞાતિજનોએ આ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતાં. આ મહત્વપૂર્ણ કેસમાં સોરઠીયા પ્રજાપતિ સેવા સમાજ તરફે જામનગરના સિની. એડવોકેટ અશોક નંદા તથા તેની સાથે એસો. એડ. પૂનમ પરમાર તથા કલ્પેન રાજાણી રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular