Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆકરા તાપથી ઝડપભેર સુકાવા લાગ્યા રાજયના જળાશયોના નીર

આકરા તાપથી ઝડપભેર સુકાવા લાગ્યા રાજયના જળાશયોના નીર

સિંચાઇ માટે નર્મદાનું પાણી નહીં આપવા સરકારનો નિર્ણય

- Advertisement -

આ વર્ષે પ્રારંભથી જ ઉનાળાએ દર્શાવેલા આકરા મિજાજને કાણે જળાશયોમાં રહેલાં પાણીના બાષ્પીભવનનું પ્રમાણ વધી જતાં રાજયના નર્મદા સહિતના જળાશયોમાં જીવંત પાણીનો જથ્થો ઝડપભેર ઘટવા લાગ્યો છે. રાજયના મોટાભાગના જળાશયોમાં પાણીની સપાટી ઘટી જતાં જળસંકટના ભણકારા વાગ્યા લાગ્યા છે. પરિણામે રાજય સરકાર દ્વારા હવે સિંચાઇ માટે નર્મદાનું પાણી નહી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે જળાશયોમાં પણ પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવશે.

- Advertisement -

રાજ્યના સૌથી મોટા એવા નર્મદા ડેમમાં ગત વર્ષની સરખામણીએ 456.54 મીલીયન ક્યુબીક મીટર પાણી ઓછુ છે. ચોમાસા પૂર્વે હજુ આકરી ગરમી પડવાની છે અને પાણી સંકટ ઉભુ ન થાય તે માટે રાજ્ય સરકારે નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં છોડવાનું નક્કી કર્યું છે. ઉનાળામાં માત્ર ઘાંસચારો ઉગાડવા માટે જ નર્મદાના પાણી છોડવામાં આવશે. ગત વર્ષે રાજ્ય સરકારે રાજ્યભરમાં સિંચાઈ માટે નર્મદાના પાણી પૂરા પાડ્યા હતા. 29 એપ્રિલની સ્થિતિએ રાજ્યના જળાશયોમાં 12465 મીલીયન ક્યુબીક મીટર પાણી છે. 25244.4 એમસીએમની કુલ ક્ષમતા સામે પાણી ઓછું છે.

ગત વર્ષે 12775 એમસીએમ પાણી હતું. ગત વર્ષની સરખામણીએ 310 એમસીએમ પાણી ઓછુ છે. રાજ્ય સરકારે જારી કરેલા આંકડાઓ એવું સૂચવે છે કે ઉતર ગુજરાતમાં પાણીની કટોકટી વધુ છે. જ્યાંના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 279 એમસીએમ ઓછું પાણી છે. મધ્ય ગુજરાતના જળાશયોમાં 238 એમસીએમ ઓછું પાણી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 631 એમસીએમ વધુ પાણી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ગત વર્ષની સરખામણીએ 61 એમસીએમ વધુ પાણી રહ્યું છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવ્યા હોવાથી જળસપાટી વધુ હોવાનું જણાવાઇ છે. સતાવાર રિપોર્ટમાં એમ જણાવાયું છે કે, રાજ્યનાં કુલ 206 ડેમમાંથી એકમાત્ર આજી-2માં ક્ષમતા કરતાં 97.19 ટકા પાણી છે. માત્ર 6 ડેમમાં 70 થી 79 ટકા પાણી છે, આ છ જળાશયોમાં કચ્છનાં કાલાઘોઘા, સુરેન્દ્રનગરનાં ધોળીધજા, ગિર સોમનાથના રાવલ, જૂનાગઢના હસ્નાપુર, મહીસાગરના વણાંકબોરી, રાજકોટના આજી-1 અને ભરુચનાં ધોળી ડેમનો સમાવેશ થાય છે. બાકીના 198 જળાશયો પૈકી 53માં 30 થી 49 ટકા પાણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular