જોડિયા તાલુકાના કેશિયા ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાંથી આદિવાસી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહની ઓળખ મેળવી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના કેશિયા ગામની સીમમાં આવેલી શીવાભાઈ પરબતભાઈ ટોયટા નામના યુવાનના ખેતરમાં આવેલા કૂવામાં કોઇ મૃતદેહન હોવાની જાણના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢી ઓળખ મેળવતા મૃતક સાગરીબેન કાંતિભાઈ સીંગાડ (ઉ.વ.32) નામના શ્રમિક મહિલાનો હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.