કોંગ્રેસ દ્વારા આગામી તા.10મી મેના રોજ આદિવાસી સત્યાગ્રહનો કાર્યક્રમ દાહોદ ખાતે યોજાનાર છે જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી રાહૂલ ગાંધી ઉપસ્થિત રહેશે. પ્રદેશ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં ભરત સોલંકી તથા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, કોંગ્રેસે બનાવેલા જંગલ કાયદા હેઠળ આદિવાસીને 10 એકર જમીન મળવાની શકયતા રહેલી છે. જે ભાજપ સરકારે કુલ અરજીમાંથી માત્ર 20 ટકા મંજૂર કરી એક કે બે વીઘા જ જમીન આપી છે. આવા અનેક કાયદાને નિષ્ક્રિય બનાવી દીધા છે. આદીવાસીના હકક માટે કોંગ્રેસે લડત ચાલુ કરવા આ કાર્યક્રમનું આયોજન કરી આદીવાસી પટ્ટાની 40 બેઠકો ઉપર ફરી વળવાનો પ્રયત્ન કર્યો છે. રાજયસભાના સભ્ય અમીબેન યાજ્ઞિક પણ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતાં.