ભાણવડ તાલુકાના ઝારેરા ગામે દાસારામ બાપાના મદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 4-5થી તા. 6-5 સુધીના ધાર્મિક કાર્યક્રમમાં 151 કુંડી યજ્ઞ તથા તા. 3-5ના બપોરના ત્રણ કલાકે વિશાળ શોભાયાત્રા, સાંજે 6 કલાકે દાસારામ બાપાના સામૈયા તથા રાસ ગરબા તા. 4-5ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞનો શુભારંભ, મહેમાનોનું સ્વાગત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સંતો-મહંતોના આશીવર્ચન પ્રતિભા સન્માન ભગીરથ ગાથા (મહેશભાઇ જોષી) સગર સમાજ સંસ્થાનો પરિચય વકતા ધર્મબંધુજી બારોટના મુખેથી અૃમતવાણી, સંધ્યા વિરામ, લોકડાયરો, કિર્તીદાન ગઢવી તથા દેવરાજ ગઢવી, મંદિરના નિર્માણના દાતાઓના સન્માન, તા. 5-5 લોકડાયરો ગીતાબેન રબારી, કિશોરદાન ગઢવી, તા. 6-5ના રોજ મહાઆરતી, પ્રેરક પ્રવચન સંજયભાઇ રાવલ તથા લોકડાયરો ઉમેશ બારોટ, બિરજુ બારોટ સહિત નામાંકિત કલાકારો તથા સગર સમાજના અગ્રણીઓ દાસારામ બાપાના ભકતજનો તેમજ સમસ્ત સગર સમાજ તથા દાસારામ મંદિર ટ્રસ્ટ ઝારેરાના હોદેદારો, સ્વયં સેવકો સહિત સેવાઓ આપશે. તો ધર્મપ્રેમી જનતાએ લાભ લેાવ ટ્રસ્ટના હોદેદારોની એક અખબારી યાદીમાં જણાવેલ છે.


